જીનામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
"શિક્ષણ અને સંસ્કારની આધારશીલા"
સંતકૃપા વિદ્યાલય
"પશ્ચિમ કચ્છનું સૌથી વધુ સુવિધાયુક્ત શૈક્ષણિક સંકુલ"
About us
ગુફાથી ઘર સુધી પહોંચેલા માનવોને જગતની સર્વ સિધ્ધીઓ પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પરિશ્રમની પરાકાષ્ઠા ના આવે ત્યાં સુધી પ્રારબ્ધનો પ્રારંભ થતો નથી. વિદ્યા જ્યારે જ્ઞાન બને ત્યારે શાળા યજ્ઞ શાળા બની જાય છે. સંસ્થાના કર્મનિષ્ઠ વ્યક્તિઓના કર્મોની આહુતિથી પ્રજ્વલિત સંતકૃપા વિદ્યાલય-નખત્રાણા સર્વે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહી છે.
વિશ્વએ આજે વિકાસની કેડી કંડારી લીધી છે. શોધ અને સંશોધન જેવા વિરાટ લાગતા શબ્દો આજે નાના લાગવા લાગ્યા છે. સૃષ્ટિ નીત નવી શોધોથી સુશોભિત થઈ રહી છે.
વિકાસની આ પરાકાષ્ઠા ના ઇતિહાસ પર વિશ્વના માણસો પોતાની સિધ્ધીઓ હાથમાં લઈને ઊભા છે. ત્યારે ઘણા યુવાનો જ્ઞાનના અભાવે મજબૂર થઈ સામાન્ય નોકરીની લાઈનમાં ઊભા છે. કોઈપણ સમાજમાં શિક્ષણ એ સામાજિક નિયંત્રણ તેમજ વ્યક્તિના વિકાસનો માપદંડ છે. વિશ્વના દેશો જે હરીફાઈથી આગળ વધી રહ્યા છે તે જોતા તેની સાથે તાલ મિલાવવા આપણે પણ શિક્ષણ સાથે સંસ્કાર લઈને ચાલવું પડશે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ સિવાય માણસની ઓળખ એક માણસ તરીકે કરવી શક્ય નથી. માટે જ આપણા જીનામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણની આ સાચી પરિભાષાને સાકાર કરવા તેમજ દેશ અને સમાજ માટે ઉચ્ચકક્ષાના તેમજ સંસ્કારી નાગરિકો તૈયાર થાય તે હેતુસર સંતકૃપા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું. શિક્ષણની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ મહત્વ આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છીએ. પારદર્શકતા એ અમારો પુરૂષાર્થ છે અને અમારી પ્રતિબદ્ધતા છે. બાળકો માટે તમામ વિષયોના જ્ઞાન સાથે પુરૂષાર્થની પરાકાષ્ઠા પર કામ કરશું તેવો અખંડિત વિશ્વાસ આપીએ છીએ.
શાળામાં ચાલતા વિભાગો અને વિશેષતાઓ
We Put Your Child Education and Discipline First...
બાલવર્ગ વિભાગ
-
મેડમ મોન્ટેસરીની પધ્ધતિથી શિક્ષણ.
-
ગીજુભાઈના "બાળદેવો ભવ' ને ઉજાગર કરતા કર્મયોગી દ્વારા શિક્ષણ.
-
1500 જેટલા વિવિધ શૈક્ષણિક / સહ-શૈક્ષણિક સાધનો વડે પાંચ ઇન્દ્રિયોની કેળવણી.
પ્રાથમિક વિભાગ
-
જ્ઞાન સાથે ગમ્મત ધરાવતા કર્મયોગી શિક્ષકો.
-
આંતર કૌશલ્યોનો વધારો કરતુ જીવનલક્ષી શિક્ષણ.
-
દૃશ્ય - શ્રાવ્ય અભ્યાસ માટે સ્માર્ટ ક્લાસ તથા મલ્ટીમિડીયા દ્વારા શિક્ષણ.
-
મંથલી ટેસ્ટ મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની ઉજ્જવળ કારકિર્દીનું પાયાથી જ શિક્ષણ.
માધ્યમિક વિભાગ
-
શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના મૂલ્યો આધારીત શિક્ષણ.
-
વિદ્યાર્થીઓ માનસિક રીતે નિડર, સશક્ત, શિસ્તમય બને તેવું ભાવાવરણ.
-
કારકિર્દી ઘડતર માટે પાયાનું Compitive શિક્ષણ
-
WRT, SPT જેવી પધ્ધતિ દ્વારા મૂલ્યાંકન તથા કાઉન્સેલીંગ.
ઉચ્ચતર માધ્યમિક વિભાગ
-
વિભાગ આધારે શ્રેષ્ઠ અનુભવી કર્મયોગી દ્વારા શિક્ષણ.
-
ભવિષ્યના પડકારોનો સામનો કરવા PD ના આયોજનો દ્વારા Skill ડેવલપમેન્ટ.
-
LT, WRT, SPT, STC જેવા આયોજનથી શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકન - TOP 5 દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહન.
-
JEE / NEET/ GUJCAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની ધો 11 થી જ તૈયારી.
-
સમયાંતરે વિદ્યાર્થી કાઉન્સેલિંગ તથા વાલી મીટીંગનું આયોજન.
Get in Touch
Virani Kotda(J.) Road, Virani Moti,
Nakhatrana, Kutch (Gujarat, India)
e-mail:- santkrupavidhyalay@gmail.com
Office no.- +91 7069048349
Authority Person:- (1) +91 94292 40588
(2) +91 99253 98849